Home » photogallery » madhya-gujarat » દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

Jhalod Councillor Hiren Patel Murder case: આ હત્યા કેસમાં આ પહેલા છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

  • 15

    દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

    દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસ (Jhalod Councillor Hiren Patel Murder case)માં સાતમી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ATS તરફથી હરિયાણામાંથી ઇમરાન ગુડાલા (Imran Gudala) ઉર્ફે ઇમુ ડાંડની ધરપકડ કરવામાં આવી છે. હિરેન પટેલ હત્યા કેસમાં ઇમ ડાંડની મુખ્ય સંડોવણી બહાર આવી છે. ત્રણ મહિના પહેલા એક વાહનની ટક્કરે કાઉન્સિલર હિરેન પટેલ (Hiren Patel)ની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ઇમુ ડાંડની સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

    ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ મૃતકના પરિવારજનોને મળ્યો: ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ તાજેતરમાં તેમના દાહોદ જિલ્લામાં પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. હિરેન પટેલના પરિવારજનોને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે હિરેન પટેલના પત્નીનું પણ નિધન થયું હતું. પ્રદીપ જાડેજાએ પરિવારના સભ્યોનો મળીને દિલસોજી પાઠવી હતી. આ પ્રસંગે પ્રદીપસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હિરેન પટેલ હત્યા કેસમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. શા માટે અને કોની સૂચનાથી હત્યા કરવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 35

    દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

    સાત લોકોની ધરપકડ: હિરેન પટેલ હત્યા કેસમાં પોલીસે ઇમુ ડાંડ પહેલા ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, ઝાલોદના અજય કલાલ, MPના મહેદપુરના મહોમ્મદ સમીર, સજ્જનસિંગ ચૌહાણ, મહેદપુરના ઢાબાના માલિક બાલારામ ભીલવાડા અને સલીમ ઉર્ફે કાળાભાઇ શેખની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝાલોદના કાઉન્સિલ હિરેન પટેલને જીપથી ટક્કર મારીને હત્યા કરવાના પ્રકરણના 27 સપ્ટેમ્બરના રોજ ઝાલોદમાં CRPC 174 મુજબનો ગુનો દાખલ થયો હતો.

    MORE
    GALLERIES

  • 45

    દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

    હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસને ઘણી મહત્ત્વની માહિતી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પણ આ કેસમાં નક્સલી કનેક્શન મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસ કરી છે. કાઉન્સિલર હિરેન પટેલના મોત બાદ તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે તેમનું મોત રાજકીય અદાવતમાં કરવામાં આવ્યું છે. મૃતક હિરેન પટેલે સ્થાનિક ધારાસભ્યના કરોડોનાં કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    દાહોદ: ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ઈમુ ડાંડની ધરપકડ

    હિરેન પટેલ અનેક સંસ્થા સાથે જોડાયેલા હતા: ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેન પટેલ ઝાલોદની સહકારી બેન્કો, માર્કેટયાર્ડ, કેળવણી મંડળ સહિતની અનેક સંસ્થા સાથે જોડાયેલા હતા. તેઓ સતત ત્રણ ટર્મથી નગરપાલિકામાં કાઉન્સિલર પદે ચૂંટાઇ આવતા હતા. તેમની સેવાકીય પ્રવૃતિઓ અને સામાજિક કાર્યોને લઇને નગરમાં તેઓ હંમેશા યાદ કરવામાં આવશે.

    MORE
    GALLERIES