દાહોદ જિલ્લામાં ચાલી રહેલ વેક્સિન પ્રક્રિયાના રજીસ્ટ્રેશન ને મામલે અનેક છ્બરડા એકપછી એક સામે આવી રહ્યા છે. અગાઉ મૃતકો રસી મૂક્યાના મેસેજ આવ્યા બાદ ફરીથી રસી ન લેનાર વ્યકતીને બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય યુનુસઅલી રાણાપુરવાળાએ રસીનો પ્રથમ ડોઝ 12 માર્ચે લીધો હતો.