સાબીર ભાભોર, દાહોદઃ આજે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની (Mothers day) ઉજવાય છે ત્યારે વિશ્વ આખાયે મધર્સ ડેની ઉજવણી કહી હતી. બીજી તરફ હાલમાં કોરોના મહામારીમાં (corona pandemic) અનેક લોકો સંકર્મિત થયા છે. અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ કુદરતની કરુણાંતિક જુઓ કે મધર્સ ડેના દિવસે જ પોતાના 3 માસની બાળકી અને 7 વર્ષના પુત્રના માથેથી (two kids mother) માતાનું છત્ર જતું રહ્યું છે. જ્યારે સાત વર્ષના બાળકે માતાને અગ્નિદાહ (funeral) આપ્યો ત્યારે સ્મશાનમાં રહેલા સૌ કોઈનું હૈયું ભરાઈ આવ્યું હતું.