સાબ્બિર ભાભોર, દાહોદઃ વધતાં જતાં કોરોના સંક્રમણ (coronavirus) વચ્ચે ઑક્સીજનની અછત (oxygen crisis) પણ જોવા મળી રહી છે. ત્યારે દાહોદના સ્મશાનગૃહમાં (Dahod Cemetery) સેવા સમિતિ ના સભ્યો દ્રારા મૃતકોના અગ્નિસંસ્કાર (funeral) કરવા આવનાર સ્વજનોને વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા સંકલ્પ લેવડાવી પ્રયવરએન ની જાળવણી અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે.
વધતાં જતાં કોરોના સંક્રમણ વચ્ચે અનેક લોકો સંક્રમિત થયા છે તો અનેક લોકોના મૃત્યુ પણ નિપજ્યાં છે. દાહોદના સ્મશાનમાં દરરોજ 30થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈદલાઇન પ્રમાણે થઈ રહ્યા છે વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો દ્રારા કોવિદ અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ રીતે જંજાગૃતિના કર્યો કરવામાં આવી રહ્યા છે.
તો સાથે જ હાલના સેમી દરેક જગ્યાએ ઑક્સીજનની જરૂર વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વૃક્ષોની અછત અને જાળવણીનો અભાવ પણ સમાજ જોવા મળી રહ્યો છે. એચએએલના સમયમાં ઑક્સીજનની વેલ્યુ લોકોને સમજાઈ છે. ત્યારે દાહોદના સ્મશાનમાં દરરોજ અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની લાઇન લાગે છે. આવા સંજોગોમાં દાહોદના સ્મશાનગૃહમાં ખાતે સ્થાનિક સમાજ સેવકો સવારથી સાંજ સુધી ખડેપગે રહી અંતિમ સંસ્કાર ની તમામ કામગીરી કરી રહ્યાં છે .