ગઇકાલે મોડી રાતે આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને દાહોદ રેલવે સ્ટેશન પર અચાનક તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ RPF,GRP અને BDDSની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરોની સાથે ટ્રેનોની અંદર અને મુસાફરોને લેવા મુકવા આવતા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દાહોદ પોલીસે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, 'આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને ઇન્ટેલિજન્સ ઈનપુટનાં આધારે અમે આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આRPF, GRP અને BDDSની ટીમો દ્વારા હાથ ધરાઈ તપાસ દાહોદ રેલવે સ્ટેશન અને ત્યાં આવતા જતાં વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ તપાસમાં કોઇપણ સંદિગ્ધ વસ્તુ મળી નથી. આ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ તપાસ ટ્રેનોની અંદર પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. આ સાથે દાહોદમાં કોઇપણ આતંકવાદી ઘટના ન બને તે માટેનાં સતર્કતાનાં દરેક પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે.'