દાહોદ: ઇન્દોર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઝાલોદ તાલુકા પંચાયતના ચેરમેન પ્રકાશ પાંચેસરાનું નિધન નીપજ્યું છે. દાહોદ બાયપાસ નજીક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી ગઇ હતી. જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મોડીરાતે આ અકસ્માત સર્જાતા આખા રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.