સાબિર ભાભોર, દાહોદઃ ગુજરાતમાં અકસ્માતોની (Gujarat accident) ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે દાહોદમાં (dahod) પણ એક અકસ્માત સર્જાયો હતો. દાહોદના ઝાલોદથી લીમડી વચ્ચે કાર અને જીપ વચ્ચે (car and jeep accident) અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.