આજના યુગમાં યુવાન વયે વિધવા થઈ જીવન નિર્વાહ વિતાવવું ઘણું કપરું કહી શકાય. ત્યારે દાહોદમાં બનેલ એક કિસ્સા એ સમાજ અને દુનિયા માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શારીરીક તકલિફ ધરાવતા મનન ભટ્ટ અને યુવાન વયે બે દીકરીઓ સાથે વિધવા કિંજલએ એક વત્તા એકનો સરવાળો એક જ થાય તે દાખલો સમાજને ગણી બતાવ્યો છે. ભાભી- દિયરે નવો સંસાર માંડી સમાજમાં એક ઉમદા દ્ર્ષ્ટાંત બેસાડયું છે. જેને સમાજ અને શહેરવાસીઓ સન્માન ભેર બિરદાવયું છે. (સાબિર ભાભોર, દાહોદ)
મળતી માહિતી પ્રમાણે દાહોદમાં રહેતા જ્યોતીન્દ્ર ભટ્ટના જ્યોતિષ તરીકે જાણીતા પુત્ર જિગર ભટ્ટના લગ્ન ભરુચ સ્થિત કિંજલ સાથે થયા હતા. જિગર અને કિંજલના સંસાર જીવનમાં 9 વર્ષ અને 5 વર્ષની એમ બે દીકરીઓ હજુ કઈ દુનિયા વિષે સમજે કે તે પહેલા પરિવાર પર આફત આવી હોય તેમ જિગર ભટ્ટને કેન્સરની બીમારી થઈ હતી. ગત માર્ચમાં જિગર ભાઈનું મૃત્યુ થતાં કિંજલને માથે આભ તૂટી પડ્યું હતું. બે દીકરીઓ સાથે યુવાન વયે વિધવા બનેલી કિંજલ માટે સૌ કોઈ પરિવારજનોને ચિંતા સતાવી રહી હતી.
તેને બીજ લગ્ન કરી પોતાનું જીવન જીવવાની વાત પરિવારજનોએ એ કરી પરંતુ કિંજલએ તે વાતનો અસ્વીકાર કર્યો હતો. તેને આ પરિવાર સાથે લાગણી બંધાયેલી હતી. તેથી તેને આ પરિવારને છોડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ પરિવારના વડીલોએ કિંજલને તેમના જ પરિવારના એટલે કે કિંજલના કાકા સસરાના શારીરિક અશક્ત દીકરા મનન સાથે લગ્ન કરવાનું વિચારી બધાએ આ વિષે ચર્ચાઓ કરી હતી.
કિંજલ સામે આ પ્રસ્તાવ મૂકયો ત્યારે કિંજલે આજ પરિવારમાં નવો સંસાર માંડવાની તેમજ પોતાની બંને દીકરીઓ સાથે નિશ્ચિત રહી શકશે એવા ક્રાંતિકારી વિચાર સાથે કિંજલ તૈયાર થઈ હતી. કિંજલ અને મનન બંને લગ્ન કરવા રાજી થતા નજીકના સગા સંબધીઓની હાજરીમાં ડાકોર મંદિરે લગ્ન ગ્રંથીથી જોડાઈ નવો સંસાર કર્યો હતો. ડાકોરથી લગ્ન કરી દાહોદ પહોચતા સગા સંબંધીઓ સામૈયું કરી આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
પોતાના જ કાકાના દીકરાની પત્ની અને પોતાની ભાભી બે દીકરીઓ સાથે યુવાન વયે વિધવાનું જીવન જીવતી અને બંને દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી આ લગ્ન માટે મનને તૈયારી દર્શાવી એક ઉમદા ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે. દાહોદ શહેરમાં રહેતામાં રહેતા મનન ભટ્ટએ પોતાના અભ્યાસકાળ દરમિયાન 2006માં બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ સમ્પન્ન કરવાની તૈયારીમાં હતો. ત્યારે જ મનન ને બ્રેઈન ટયૂમર થઈ જતાં ઓપરેશન કરવું પડવું હતું.