સાબિર ભાભોર, દાહોદઃ દાહોદના (Dahod news) ખરોડ નજીક બાઇક ઉપર જઈ રહેલા પતિ- પત્ની-પુત્રને અજાણ્યા વાહન ચાલકે (bike accident) અડફેટે લેતા બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું હતું જ્યારે પાછળ બેઠેલા માતા-પુત્રને ઇજાઓ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. બાઈક અકસ્માતમાં માતા-પુત્ર સામે પિતાનું કરુણ મોત નીપજતાં પરિવારમાં આક્રંદ ફેલાયો હતો.