Home » photogallery » madhya-gujarat » દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

લગ્નવિષયક જાહેરાતો આપતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, રાજસ્થાનની ગેંગનો ભોગ બનેલા પ્રૌઢ સાથે જે થયું તે ઘટનાક્રમ જાણવા જેવો અને લોકોને ચેતવણી માટે જણાવવો જેવો છે.

  • 14

    દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

    શાબિર ભાભોર, દાહોદ : દાહોદના પ્રૌઢને લગ્નની લાલચ 49 લાખમાં પડી છે. આપણે ત્યાં એક કહેવત છે કે 'લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે' તે કહેવત દાહોદ માં સાર્થક થઈ. દાહોદના 59 વર્ષના પ્રૌઢ ને લગ્ન કરવાના અભરખાં મોંઘા પડ્યા છે. તેમણે લગ્ન માટે લગ્નવિષયક જાહેરાત આપી કન્યાની શોધ શરૂ કરી પરંતુ રાજસ્થાનની એક યુવતી સહિત ચાર લોકો એ પ્રૌઢ પાસે લગ્નની લાલચ આપી 49 લાખ ખંખેરી લેતા દાહોદ ટાઉન પોલીસે ચાર લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 24

    દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

    બનાવની વિગતો એવી છે   દાહો ના નવજીવન મિલ રોડ સ્થિત એક સારી સોસાયટીમાં રહેતા 59 વર્ષીય પ્રૌઢે અખબારમાં લગ્નવિષયક જાહેરાત આપી હતી. જાહેરાતને પગલે રાજસ્થાનના અલવર જિલ્લાના કિશનગઢ તાલુકાનાં મનછાકા બાસ ગામ ના અનીતા ચૌધરી, સાહિર મોહમ્મદ  નુરૂદ્દીન, તૌફીક ખાન નુરૂદ્દીન , તેમજ દિલિપ યાદવ એમ ચાર લોકો એ કાવતરું રચી અનીતા ચૌધરી એ પોતાના મોબાઈલથી પ્રૌઢનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી પોતાની વાતોમાં ફસાવી લીધા. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 34

    દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

    ત્યારબાદ 22-07-2016 થી 18-12-2019 દરમિયાન ત્રણ બેન્ક અકાઉન્ટ માં અલગ અલગ તારીખે 48.59 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ મનોજકુમાર ને રાજસ્થાનના કોટા ખાતે બોલાવી દિલિપ યાદવ એક હોટલમાં લઈ ગયો હતો અને 50 હજાર રોકડા લઈ મનોજકુમાર ને કહ્યું કે' હું મારી બેન ને થોડાક ટાઈમમાં દાહોદ લઈ આવીશ ત્યારબાદ બંનેના પરિવારજનો ભેગા થઈ તમારા લગ્ન કરાવી દઇશું' પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 44

    દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

    એમ કરી નાણાં લઈ લીધા હતા આ રીતે કુલ 49.09 લાખ રૂપિયા લઈ લીધા બાદ યુવતી એ લગ્ન નહીં કરતાં પ્રૌઢ ને પોતે છેતરપિંડી નો ભોગ બન્યા નો એહસાસ થયો હતો. મનોજકુમાર સલુજા ની ફરિયાદ ન આધારે રાજસ્થાન ન એક યુવતી સહિત ચાર લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

    MORE
    GALLERIES