દાહોદના ચાંદાવાડા ખાતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના બની છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે બે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત પૈકી એકનું પણ મોત થયું હતું. આમ બાઇક અકસ્માતમાં ત્રણના મોત થયા છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. (નરેન્દ્ર ભુવેચિત્રા, દાહોદ)