Home » photogallery » madhya-gujarat » દાહોદમાં 4.40 હેકટરમાં 'આરોગ્ય વન' બનાવાયું, તસવીરો જોતા જ મોહી જશો

દાહોદમાં 4.40 હેકટરમાં 'આરોગ્ય વન' બનાવાયું, તસવીરો જોતા જ મોહી જશો

કુદરતી સૌંદર્યનો નજારો પ્રવાસીઓ માણી શકે તે માટે વોચ ટાવર બનાવવામાં આવ્યો છે.

  • 14

    દાહોદમાં 4.40 હેકટરમાં 'આરોગ્ય વન' બનાવાયું, તસવીરો જોતા જ મોહી જશો

    દાહોદ જિલ્લાના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં ચોમાસા દરમિયાન આહલાદક વાતાવરણ જોવા મળતું હોય છે, હવે દાહોદના પ્રવાસન ક્ષેત્રે એક નવું છોગું ઉમેરાયું છે. વનવિભાગ દ્વારા દાહોદ નજીક રાબડાળ વિસ્તારમાં "આરોગ્ય વન" પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 24

    દાહોદમાં 4.40 હેકટરમાં 'આરોગ્ય વન' બનાવાયું, તસવીરો જોતા જ મોહી જશો

    અહીં 4.40 હેકટર વિસ્તારમાં વિકાસ પામી રહેલા આરોગ્ય વનમાં 71 જાતના 3446 ઔષધિય રોપા રોપવામાં આવ્યાં છે. દરેક રોપાની આગળ તેનું નામ અને કયા રોગમાં ઉપયોગી છે તેની માહિતી પણ રાખવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 34

    દાહોદમાં 4.40 હેકટરમાં 'આરોગ્ય વન' બનાવાયું, તસવીરો જોતા જ મોહી જશો

    સાથે લોકો ફરી શકે તે માટે પગદંડી બનાવવામાં આવી છે. પ્રવાસીઓ લોકો કુદરતી સૌંદર્યનો નજારો માણી શકે તે માટે વોચ ટાવર પણ બનાવવામાં આવ્યો છે. અહીં બાકડા ગોઠવવામાં આવ્યા છે. વનના રોપાઓને ટપક સિંચાઈ પદ્ધિતિથી પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની મોટરને ચલાવવા માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 44

    દાહોદમાં 4.40 હેકટરમાં 'આરોગ્ય વન' બનાવાયું, તસવીરો જોતા જ મોહી જશો

    71 જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔધષિય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે.

    MORE
    GALLERIES