દાહોદમાં રવિવારે દારૂ પીવા માટે પૈસા ન આપનાર પત્નીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની હતી. તો દાહોદના દેવગઢ બારીયામાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. પુત્રએ તલવારના ઘા મારી કરી હત્યા કરી હતી. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પિતાના મૃતદેહને દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધીને પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. (સાબીર ભાભોર, દાહોદ)