Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 12-5-2022 સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના (Gujarat corona Cases) નવા 28 કેસ નોંધાયા છે. જે ગઇકાલની તુલનામાં 3 કેસ ઓછા છે.
તમને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં (Ahmedabad) વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલમાં (Zydus Szchool, Ahmedabad) 2 વિદ્યાર્થીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ (Corona in Ahmedabad) આવ્યો છે. આ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા બંધ કરી દેવમાં આવી છે અને વિદ્યાર્થીઓને વેકેશન આપી દેવામાં આવ્યું છે.