Home » photogallery » madhya-gujarat » છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

નસવાડીના તણખલા ગામ ખાતે એક પરિણીત પ્રેમિકાને મળવા માટે તેનો પ્રેમી સુરતથી આવી પહોંચ્યો હતો. કોઈ પકડી ન પાડે તે માટે યુવકે બુરખો ધારણ કર્યો હતો અને પગમાં મોજડી પહેરી હતી.

  • 17

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    નસવાડી: પ્રેમમાં પાગલ (Lover) યુવક-યુવતીએ ક્યારેક ન કરવાનું કરી બેસે છે. સુરતના એક યુવકે (Surat Youth) તેની પરિણીત પ્રેમિકા (Married Lover)ને મળવા માટે કંઈક હટકે પગલું ભર્યું હતું. જોકે, યુવકને તેની પરિણીત પ્રેમિકાને સાસરીયાઓએ પકડી પાડ્યો હતો. જે બાદમાં યુવકને પોલીસ (Nasvadi Police Station)ના હવાલે કરી દીધી હતો. આ યુવકે તેની પ્રેમિકાને મળવા માટે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો. યુવક કાળો બુરખો પહેરીને તેની પ્રેમિકાને મળવા માટે છેક સુરતથી નસવાડીના એક ગામમાં પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન વલસાડના પારડીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે છોકરીને કપડાં પહેરીને મધરાત્રે મોપેડ પર નીકળી પડ્યો હતો. જોકે, આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શંકા જતાં તેમણે મોપેડ અટકાવ્યું હતું અને છોકરીના વેશમાં રહેલા પ્રેમીની ધરપકડ કરી હતી.

    MORE
    GALLERIES

  • 27

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    મળતી માહિતી પ્રમાણે નસવાડીના તણખલા ગામ ખાતે એક પરિણીત પ્રેમિકાને મળવા માટે તેનો પ્રેમી સુરતથી આવી પહોંચ્યો હતો. કોઈ પકડી ન પાડે તે માટે યુવકે બુરખો ધારણ કર્યો હતો અને પગમાં મોજડી પહેરી હતી. જોકે, યુવકને તેની પ્રેમિકાને પતિ અને સાસુએ પકડી પાડ્યો હતો. તપાસ બાદ યુવક સુરતનો આશિષ ભીમજી પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

    MORE
    GALLERIES

  • 37

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    એવી પણ માહિતી મળી છે કે આશિષને ફેસબુક પર બે સંતાનોની માતા એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદમાં તેની પ્રેમિકાને મળવા માટે તે સુરતથી તણખલા ગામ ખાતે પહોંચી ગયો હતો. જોકે, યુવકનો ખેલ ઊંધો પડી ગયો હતો અને તેની પ્રેમિકાના સાસરિયાઓએ તેને પકડી પાડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસને જોતા જ આશિષ પરથી પ્રેમનો રંગ ઉતરી ગયો હતો. પોલીસે આશિષ સામે ગેરકાયદે ગૃહ પ્રવેશ અને પ્રેમિકાના સાસરિયાઓને જીવથી મારી નાખવાનો ગુનો દાખલ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 57

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    એવી પણ માહિતી મળી છે યુવકને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ત્યારે ત્યાં પણ તેણે નાટક કર્યું હતું. પોલીસે જ્યારે આરોપીની ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે પોલીસ સ્ટેશનમાં લાંબો થઈને ઊંઘી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 67

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    નસવાડી પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો.

    MORE
    GALLERIES

  • 77

    છોટાઉદેપુર: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બુરખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

    પોલીસ સ્ટેશન ખાતે યુવકનું નાટક.

    MORE
    GALLERIES