નસવાડીના ક્વાંટ રોડ ઉપર કડવા ગામ પાસે એસ.ટી. બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ એસટી બસ ચાલક બસને સ્થળ ઉપર મુકીને ફરાર થઇ ગયો હતો. જોકે, બસમાં ફસાયેલા બાળકોએ બુમાબુ કરી મુકતા સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. અને ફસાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.