સેહજબ ખત્રી, છોટાઉદેપુર: પોલીસ (Image of police) સામે આવતા ગનેગારો ધ્રુજી ઊઠે છે અને અસમાજિક તત્વો ભાગી છૂટે છે. જોકે, આવી છાપ વચ્ચે નસવાડી પોલીસ (Nasvadi police station)નો એક અલગ જ ચહેરો જોવા મળ્યો. તસવીરમાં દેખાતો આ વ્યક્તિ કોઈ ગુનેગાર નથી પરંતુ પોલીસનો મહેમાન છે! પોલીસ તેની ખાતીરદારી કરી રહી છે. પોલીસ સ્ટેશનમાં જ તેને ભોજન પીરસાઈ રહ્યું છે. તમને નવાઈ લાગશે કે પોલીસ આ વ્યક્તિની આટલી ખાતીરદારી કેમ કરી રહી છે? આ પાછળની જે કહાની છે તે જાણીને તમને પણ નસવાડી પોલીસ પર ગર્વ થશે.
તા.13-7-21ના રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શખ્સ પોલીસને નસવાડી નજીક નર્મદાની મેઇન કેનાલ પાસે શંકાસ્પદ અને ભિખારી જેવી હાલતમાં મળ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં આ શખ્સનું નામ ભગવાન ભૂરકે જાણવા મળ્યું. આ વ્યક્તિ તેનું સરનામું જણાવી શક્યો ન હતો. પોલીસે તેનું સરનામું જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
જેથી એક પોલીસે તેનું નામ ફેસબુક પર સર્ચ કરતાં તેની પ્રોફાઇલ મળી આવી હતી. આ એકાઉન્ટમાં આ વ્યક્તિની તસવીર પણ હતી. પોલીસે આ અંગે તપાસ કરતા તે નાંદેડ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું હતું. નસવાડી પોલીસે નાંદેડ જિલ્લા પોલીસ કંટ્રોલ સાથે વાત કરી અને પૂરી વિગત જણાવી તો જાણવા મળ્યું કે આ વ્યક્તિ મહારાસ્ટ્રમાંથી ગુમ થયો છે. તેનું આખું નામ ભગવાન આપારવ ભૂરકે છે. તેની ઉંમર 32 વર્ષ છે.
પોલીસ આ વ્યક્તિના ગામ ખાતે પહોંચી હતી અને તેની તસવીર બતાવી હતી. ફોટો જોતા જ તેના ભાઈએ ભગવાન સાત માસથી કોઈને પણ કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. ભગવાનને બે સંતાન અને પત્ની છે. ગુમ થયેલો ભાઈ ગુજરાતના નસવાડી ગામે છે તેવી જાણકારી મળતા પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે જે સરહાનીય કામગીરી કરી તેને લઈ ઉચ્ચ અધિકારી પણ ગર્વ અનુભવી રહ્યા છે.
લઘરવઘર દેખાતા ભગવાનની પોલીસે ખૂબ ખાતીરદાની કરી હતી. પોલીસે તેના વાળ કપાવ્યા હતા. નવડાવ્યા બાદ ખાવાપીવાની વયવસ્થા પોલીસ સ્ટેશનમાં જ કરી આપી હતી. પરિવારના લોકો જ્યારે નસવાડી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. જે રીતે તેના ભાઈ સાથે પોલીસે વર્તન કર્યું તેને લઈ તેમનો પરિવાર નસવાડી પોલીસ નો આભાર માની રહ્યો છે. ભાઈ સાથે આવેલા બીજા પરિવાર સાથે ભગવાનને લઈ જતાં જે દ્રશ્યો સર્જાયા તે કોઈની પણ આંખ ભીની કરી દે તેવા હતા.