સેહજબ ખત્રી, છોટાઉદેપુર : એક શંકા અને મિત્રએ મિત્ર નું કાઢી નાખ્યું કાસળ. ઘટના છે છોટાઉદેપુર જિલ્લાના (chhotaudepur Murder) કવાંટ તાલુકાના પાનવડ ગામની. પાનવડ ગામે ભરવાડ પરિવાર જે પશુપાલનનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારના સંતાન યોગેશ ભરવાડે તેનાજ એક મિત્ર દુરસિંગ રાઠવાને ઢોર ને ચરાવવા નું કામ સોંપ્યુ હતું. દૂરસિંગ રાઠવા યોગેશના ઘરેજ રહેતો અને ખાતો પીતો અને ઢોરોને ચરાવતો હતો. દૂરસિંગ અને યોગેશને મૈત્રી હતી સાથે આત્મીયતા પણ હતી. (માસ્ક પહેરેલો દૂરસિંગ અને બાજુમાં યોગેશ ભરવાડ)
પશુઓને ચરાવવા જતાં દૂરસિંગની સાથે મિત્ર યોગેશ પણ કેટલીક વાર સાથે જતો .દુરસિંગને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો . જેની જાણ યોગેશને હતી.કેટલીક વાર સીમના એકાંત ભાગ મા જઈને યોગેશ ફોન પર વાતો કરતો હોય દુરસિંગને એક શંકા ગઈ કે યોગેશ તેની પ્રેમિકા સાથે વાત કરે છે. બસ આ એકજ શંકા તેના મન માં ઘર કરી ગઈ હતી. (રાઉન્ડ કરેલો વ્યક્તિ આરોપી દૂરસિંગ રાઠવા)
દૂરસિંગ રાઠવાનાના મનમાં જે શંકા ઘર કરી ગઈ હતી તેને લઇ યોગેશ તેને કાંટાની માફક ખુચવા લાગ્યો હતો . બસ તેને તેના રસ્તા માથી કેવી રીતે હટાવવો તેનો પ્લાન મનમાં બનાવવા લાગ્યો હતો. ગરમિયાન ગત તા . 28 નવેમ્બરના રોજ દૂરસિંગ રાઠવા સીમમા ઢોર ચરાવવા ગયો હતો તેને બપોરના સમયે ફોન કરીને બોલાવ્યો. યોગેશ ત્યાં આવતા તેની સાથે ઝગડો કર્યો અને માથાના ભાગે અને હાથના ભાગ મા માર માર્યો.
પોલીસ માટે હવે યોગેશ ની હત્યા કોણે કરી કેમ કરી તે માટેની તપાસ શરૂ કરી હતી, અલગ અલગ ટીમ બનાવી તપાસ આદરાઈ અને મર્ડર મિસ્ટ્રીને સોલ્વ કરવામાં આવી અને આરોપી ને પકડી પાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા . જેમાં પોલીસ ને સફળતા મળી. પોલીસની તપાસ મા સામે આવ્યું કે યોગેશની હત્યા તેના ઘરે જ રહેતા તેનાજ મિત્ર એ કરી હતી. પોલીસ ની પૂછપરછમાં સામે આવ્યું કે કે યોગેશ તેની પ્રેમિકા સાથે વાત કરે છે જેને લઇ તેની હત્યા કરી .તેને હત્યાના ઇરાદે માર માર્યા બાદ તેને ખેતરમાં છૂપાવી દીધો હતો.
જ્યાં તેને મારી ને ફેકયો હતો તે કોઇ ની નજર મા ના આવી જાય . તે જીવતો તો નથી ને એમ માની દુરસિંગે તેના ત્રણ મિત્રો ને સ્થળ પર બોલાવ્યા આ સમયે યોગેશના શ્વાસ ચાલી રહયા હતા. જેથી દુરસિંગ અને તેના ત્રણ મિત્રોએ યોગેશનું ગળું દબાવીને મોત નિપજાવી દીધું અને લાશને ત્યાંથી રાત્રિના સમયે પાનવડની સામે આવેલ કોતર મા રાત્રિ ન સમયે આ ચાર યુવકોએ તેને પાણીમાં નાખી દીધો હતીઅને ત્યાં થી તેઓ ભાગી ગયા હતા. (મૃતક યુવકનો ભાઈ જેણે આજીવન કેદની માંગણી કરી છે)
કહેવાય છે ને કે પાપ છાપરે છડી ને પોકારે છે તેમ આ ચાર યુવકોએ કરેલ પાપનો પર્દાફાશ પોલીસે કરી નાખ્યો છે. ચાર આરોપીઓ ને પોલીસે પકડી પડયા છે અને જેલના સળિયા ગણતા કરી નાખ્યા છે .ત્યારે મૃતક નો ભાઈ આરોપી ને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. મિત્ર એ એજ મિત્ર સાથે વિશ્વાસઘાત કરતા આ ચારે નરાધમો પર લોકો ફિરકાર વરસાવી રહયા છે