ગુજરાત અને મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર આવેલા જંગલની આસપાસના વિસ્તારોમાં ખુંખાર દીપડાના હુમલાઓ વધતાં જાય છે. દીપડાની દહેશતથી લોકો ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે. આજે શુક્રવારે છોડાઉદેપુરના પાવીજેતપુરમાં આધેડ વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ હુમલામાં આધેડને ગળાના ભાગે ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યુ છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.(અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર)