Home » photogallery » madhya-gujarat » છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ એક લાખમાં વેચ્યું હતું ચાર મહિનાનું બાળક

છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ એક લાખમાં વેચ્યું હતું ચાર મહિનાનું બાળક

છોટા ઉદેપુરના આંતરારાજ્ય બાળ તસ્કર મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. (અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર)

  • 14

    છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ એક લાખમાં વેચ્યું હતું ચાર મહિનાનું બાળક

    છોટા ઉદેપુરના આંતરારાજ્ય બાળ તસ્કર મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળક મળ્યો છે. જેમાં પાલક પિતાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર શૈલુ રાઠોરે રીમાન્ડ દરમિયાન પોલીસને માહિતી આપતા પોલીસે ચાર માસનું બાળક ધાર જિલ્લાના ગુજરી ગામના નિઃસંતાન ગોવિંદ માલૂ પાસેથી કબ્જો મેળવ્યો છે. જે બાળકને એક લાખમાં વેચાયું હોવાનું બહાર આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 24

    છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ એક લાખમાં વેચ્યું હતું ચાર મહિનાનું બાળક

    અત્યાર સુધીમાં આ મામલામાં મળેલા બાળકોની સંખ્યા 14 જેટલી થઇ છે. જ્યારે આરોપીની સંખ્યા 28 જેટલી થઈ છે. માસ્ટર માઈન્ડ શૈલુ રાઠોર અને ડોક્ટર રાજુ સહિત 28 આરોપીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ નવા ઘટસ્ફોટ સાથે વધુ બાળકો મળે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. (આ કાંડમાં ઝડપાયેલ પિતાની તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ એક લાખમાં વેચ્યું હતું ચાર મહિનાનું બાળક

    ઉલ્લેખનિય છે કે બાળ તસ્કરીના મામલામાં મોટા ભાગે આડા સંબંધોના કારણે જન્મેલા બાળકો તેમજ પાલન પોષણ કરવામાં અસમર્થ માતા પિતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકોને વેચવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાંથી બાળ તસ્કરી થતી હોવા બાબતેનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ અલીરાજપુર પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે તપાસનો દૌર શરૂ કરીને અત્યાર સુધી કેસર હોસ્પિટલના ડો.રાજુ સહિત કુલ 28 વ્યક્તિઓની અટકાયત કરી છે. આમાં કુલ 14 જેટલા બાળકોને પોલીસે રિકવર કર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ એક લાખમાં વેચ્યું હતું ચાર મહિનાનું બાળક

    નોંધનીય છે કે આ કાંડ બહાર આવ્યો ત્યારે અલીરાજપૂરના એસ.પી વિપુલ શ્રીવાસ્તવ સાથે અમારી ટીમે વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, 'આ મામલામાં પોલીસને સૂચના મળી હતી કે અલી રાજપૂર જિલ્લાનો શૈલુ રાઠોડ જે નાના બાળકોના ખરીદ વેચાણનો ધંધો કરે છે. ત્યારે તેની તપાસ કરી એક ઓપરેશન કરી તેને રંગે હાથે બાળક વેચતા અમે ઝડપી પાડી ધરપકડ કરી હતી. જ્યારે અમે તેની પૂછતાછ કરી વિગતો મેળવી ત્યારે તેને જણાવ્યું કેટલાય બાળકો લોકોને વેચ્યા છે. એક બાળક તેને છોટાઉદેપુરની કેસર હોસ્પિટલમાંથી ખરીદ્યું હતું.' (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES