છોટાઉદેપુરના બોડેલી નજીક એક વાહન બ્રિજની પેરાફિટ તોડીને કેનાલમાં ખાબક્યું હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જોકે, આ વાહનમાં કેટલા લોકો સવાર હતા એ હજી જાણી શકાયું નથી. ઉપરથી દેખાવમાં રીક્ષા ટેમ્પો જણાઇ રહ્યો છે પરંતુ પાણીમાંથી બહાર નીખળે પછી કયું વાહન છે એ માલુમ પડશે.