Home » photogallery » madhya-gujarat » છોટાઉદેપુર: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત

છોટાઉદેપુર: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત

ફોટો પરથી જણાય છે કે, કેટલો ગંભીર અકસ્માત સર્જાયો છે. પુરૂ રીક્શાનો ખુડદો બોલી ગયો છે.

  • 14

    છોટાઉદેપુર: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત

    અકસ્માતની ઘટનાઓમાં ખુબ વધારો થઈ રહ્યો છે. રોજે રોજ કેટલાએ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. આજે પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, આ ઘટના છોટાઉદેપુરની છે જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    MORE
    GALLERIES

  • 24

    છોટાઉદેપુર: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત

    પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના બોડેલી કકરોલીયા ગામ પાસેથી પેસેન્જર ભરીને રીક્ષા જઈ રહી હતી, તે સમયે કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકો ગંભીર-સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે.

    MORE
    GALLERIES

  • 34

    છોટાઉદેપુર: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત

    આ ઘટના આજે મોડી સાંજે બની હતી, અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, લોકોએ બચાવ માટે 108ને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા છે. ફોટો પરથી જણાય છે કે, કેટલો ગંભીર અકસ્માત સર્જાયો છે. પુરૂ રીક્શાનો ખુડદો બોલી ગયો છે.

    MORE
    GALLERIES

  • 44

    છોટાઉદેપુર: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત

    ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસે મામલો સંભાળી લઈ, અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મુદ્દે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    MORE
    GALLERIES