છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા (Chhota Udepur accident)માં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા છે. ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે (Bodeli-Vadodara highway) પર છુછપુરા પાસે થયો હતો. મળતી માહિતી પ્રમાણે એસટી બસ (ST Bus)ની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ફસાયેલા લોકોએ અંદર જ દમ તોડી દીધો હતો. તેમને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. અકસ્માત મોડી રાત્રે થયો હતો.