છોટાઉદેપુર: નસવાડીનાં સોઢલીયા ગામમાં એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં કારે પલટી મારીને 300 ફૂટ દૂર સુધી ઢસડાઇ હતી. જે બાદ તે ખાડામાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં નસવાડીનાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યા છે. કારમાં 6 યુવાનો સવાર હતા. આ અકસ્માતને કારણે આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.