છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના પોથલીપુરા ગામ 500 ની વસ્તી ધરાવતું ગામ છે ગામ ની વચ્ચે થી અશ્વિન નદી પસાર થાય છે અડધું ગામ સામાં કિનારે અડધું ગામ બીજા કીનારે છે દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી કોંજ વે કે નાળું બનાવવામાં આવ્યું નથી. ચૂંટણી સમયે નેતાઓ વચન આપી ને જાય છે પરંતુ આજ દિન સુધી સુવિધા ના નામે મીંડું જોવા મળે છે. નાના ભૂલકાઓ જીવના જોખમે નદી પાર કરી એક કિલોમીટર દૂર ભણવા જાય છે. સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. (અલ્લારખા પઠાન - છોટાઉદેપુર)
નદી ની સામે પાર આંગણવાડી અને પ્રાથમિક શાળા આવેલ છે .આઝાદી ના વર્ષો થી દુઃખ અહીંયા ના ગ્રામજનો ભોગવી રહ્યા છે .વિદ્યાર્થીઓ પગપાળા નદી પસાર કરી એક કિલોમીટર દૂર આવેલ શાળા મા અભ્યાસ કરવા જાય છે. રાજકીય નેતા ઓ ચૂંટણી ના સમયે વોટ માગવા આવે છે તે સમયે પુલ બનશે ના ગ્રામજનો ને વાયદા કરી ગયા બાદ જોવા પણ નથી આવતા કે નથી પુલ મંજૂર પણ કરાતો નથી.
ભર શિયાળે ગ્રામજનો સાથે વિદ્યાર્થીઓ દુઃખી બન્યા છે. કડકડતી ઠંડી મા ઠંડા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે. ચોમસા દરમ્યાન તો આ ગ્રામજનો દુઃખ ભોગવે છે પરંતુ હવે તો બારેમાસ દુઃખ ભોગવી રહ્યા છે . આજે પણ અશ્વિન નદી ના પાણી ઘુંટણ સમાં હોય શાળા ના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાંઓ આ નદી માંથી પસાર થાય છે .આંગણવાડી કાર્યકર બેન દરરોજ બાળકો ને પાણી માંથી ઊંચકી ને લઈ જાય છે .કેટલીક વખત તો વાલી ઓ વિદ્યાર્થીઓ ને નદી પાર કરાવે છે .શાળા ના આચાર્ય પણ પુલ બને તેવી માંગ કરી રહ્યા છે .જેને લઈ બાળકો નો અભ્યાસ ચોમાસા મા બગડે ના ચોમાસા દરમ્યાન નદી મા પાણી વધુ હોય વિદ્યાર્થીઓ શાળા એ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે.
ગામના ડેપ્યુટી સરપંચ કાંતિભાઈ ભીલે જણાવ્યું હતું કે અમારા છોકરાઓને લઇ જવા માટે અમે ચોમાસામાં તરીને પણ નદીમાં ઉતરીએ છીએ. કેટલી સરકારો બદલાઈ ગઈ અમારો કોઈ પણ પક્ષે વિકાસ કર્યો નથી. મત લેવા માટે આવે છે પણ કામ કરતા નથી. અમારા બાળકોને નદીમાં ઉતારી ઉતારીને થાકી ગયા છીઅ અને પાછી સરકાર કહે છે કે તમારા બાળકને ભણાવો કેવી રીતે અમે અમારા બાળકોને ભણાવીએ. અમારી રજૂઆત છે કે તાત્કાલિક પુલ બનાવવામાં આવે નહીં તો પછી અમે મત આપવાના નથી.