છોટાઉદેપુરમાં રેતી લિઝની તકરામાં એક વ્યક્તિની હત્યા કરવાની ચકચારી ઘટના બની છે. મધ્ય પ્રદેશના સરહદે આવેલા ખડકવાડા ગામમાં ખાનગી ફાયરિંગમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઓરસંગ રેતીની ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બોર્ડર પર સફેદ રેતી માફિયાઓના ગેંગવોરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે. (અલ્લારખ્ખા પઠાણ, છોટાઉદેપુર)