સેહજબ ખત્રી, છોટાઉદેપુર: આમ તો ગુજરાતમાં દારૂબંધી (Gujarat liquor ban) છે પરંતુ અહીં સરળતાથી દેશી અને વિદેશી દારૂ મળી રહે છે. પાડોશી રાજ્યોમાંથી બુટલેગરો (Bootleggers) નવાં નવાં કીમિયા કરીને દારૂની ઘૂસણખોરી કરતા હોય છે. એટલું જ નહીં, એક વખત રાજ્યમાં દારૂ પ્રવેશી જાય તે બાદમાં એક શહેરમાંથી બીજા શહેરમાં હેરાફેરી માટે પણ અનેક કીમિયા (Tricks to transport liquor) કરવામાં આવતા હોય છે. તાજેતરમાં બોડેલી પોલીસે (Bodeli police) દારૂની હેરાફેરીનો એક નવો જ કીમિયો પકડી પાડ્યો છે. જે બાદમાં પોલીસે 32 હજાર રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (Indian made foreign liquor)નો જથ્થો જપ્ત કર્યો છે.
દારૂની હેરાફેરી માટે બૂટલેગરનો નવો કીમિયો: દારૂની હેરાફેરી માટે તેલ, પેટ્રોલ કે પાણીના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તમે સાંભળ્યું હશે. આ ઉપરાંત કાર કે બાઇકની સીટ નીચે ચોર ખાના બનાવી દારૂના હેરાફેરીના કિસ્સા પણ સાંભળ્યા હશે. પેટના ભાગે બોટલો ચીપકાવીને ઉપર શર્ટ પહેરીને દારૂની હેરફેરીના કિસ્સા પણ પણ સાંભળ્યા હશે. પરંતુ અહીં તો એક બુટલેગર સરકારી બસમાં એક થેલામાં દારૂની બોટલો મૂકીને હેરાફેરી કરી રહ્યો હતો.