રાજ્યમાં ચાલુ વર્ષે ચોસામામાં ઓછો વરસાદ થયો હોવાથી અત્યારથી જ અનેક જળાશયોના તળીયા દેખાય રહ્યાં છે. ત્યારે નસવાડી 125 પાણી પુરવઠા યોજનામાં પાઇપ લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે કોન્ટ્ર્ક્ટ કર્મચારીઓને મહિનાઓથી પગાર ન ચૂકવાતા હોવાને કારણે કર્મચારીઓ નિષ્ક્રિય બન્યા છે.