સબેજાબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે એક કમકમાટીભર્યો અકસ્માત થયો છે. આ અકસ્માતને પગલે બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા કુલ 3 યુવકોના મોત થયા છે. રાઠવા સમુદાયના મોતના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે નાનકડા ગામમાં ત્રણ-ત્રણ આશાસ્પદ યુવકના મોતથી ગમગીની છે.