Home » photogallery » madhya-gujarat » છોટાઉદેપુર: બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, ડોક્ટર અને તેમની પત્ની સહિત ત્રણના મોત

છોટાઉદેપુર: બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, ડોક્ટર અને તેમની પત્ની સહિત ત્રણના મોત

બોલેરો ગાડી ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી બાઈકને અડફેટે લીધું હતું. આ બાઈક પર સવાર પતિ પત્ની અને અન્ય એક મહિલા રોડ પર નીચે પટકાયા હતા

  • 14

    છોટાઉદેપુર: બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, ડોક્ટર અને તેમની પત્ની સહિત ત્રણના મોત

    છોટાઉદેપુર, સેહજબ ખત્રી : રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ લોકડાઉનમાં છૂટ છાટ મળતી ગઈ તેમ ફરી રોડ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આજે છોટાઉદેપુરથી એક ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી છે, જેમાં પતિ પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 24

    છોટાઉદેપુર: બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, ડોક્ટર અને તેમની પત્ની સહિત ત્રણના મોત

    પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાંકી ગામ પાસે બોલેરો જીપે બાઈક સવારને અડફેટે લીધો, જેમાં બાઈક પર સવાર પતિ પત્નીનું ઘટના સ્થળ પર જ તો, એક મહિલાનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

    MORE
    GALLERIES

  • 34

    છોટાઉદેપુર: બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, ડોક્ટર અને તેમની પત્ની સહિત ત્રણના મોત

    વિગતે ઘટનાની વાત કરીએ તો, પાવીજેતપુર તાલુકાના વાંકી ગામ પાસે ભેંસો લઈને જઈ રહેલી બોલેરો ગાડી ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી બાઈકને અડફેટે લીધું હતું. આ બાઈક પર સવાર પતિ પત્ની અને અન્ય એક મહિલા રોડ પર નીચે પટકાયા હતા, જેમાં પતિ પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા, અને 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ભેગી કરી હતી, જોકે, સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થયું છે.

    MORE
    GALLERIES

  • 44

    છોટાઉદેપુર: બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, ડોક્ટર અને તેમની પત્ની સહિત ત્રણના મોત

    પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, પોલીસના જણાવ્યા અનુસાર, મરનાર વ્યક્તિમાં ભાણપુરી ગામના પશુ ડોક્ટર જસવંતભાઈ રાઠવા અને તેમની પત્ની વિણતાબેન જસવંતભાઈ રાઠવા અને ત્રીજા મહિલા મોટીબેજ ગામનાં સવિતાબેન જયંતિભાઈ રાઠવા છે. પોલીસે હાલમાં ત્રણે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે.

    MORE
    GALLERIES