જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક કરવામાં આવેલ આત્મઘાતી હુમલામાં ભારતના 42 વીર જવાનોએ શહીદી વ્હોરી છે. આ ઘટનાને પગલે આખા દેશમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાનાં પીપળી ગામ ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા જાહેરમાં એક શોકસભા યોજી 44 યુવાનોએ માથે મુંડન કરાવી શ્રદ્ધાંજલિ આપી છે.