દીપિકા ખુમાણ, અમદાવાદ : સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લાં 24 કલાકમાં આણંદમા સૌથી વધુ 12.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદના પેટલાદમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આણંદના આંકલાવ 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં વરસાદ નહિવત જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હાવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ 24 કલાકમાં આણંદ તાલુકામાં 1.5 ઇંચ નોંધાયો છે. વરસાદી પાણી મધ્ય ગુજરાતનો મુખ્ય પાક ડાંગર માટે લાભદાયી છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી.
24 કલાકથી પરિવારે ખાધું નથી - આણંદમાં જે રીતે વરસાદ વરસ્યો છે તે કઈ કેટલાય લોકો માટે મહા મુસીબત બની ગયો છે. આણંદ ના ઇસ્માઇલ નગર પરવીન વોરાના પરિવારે 24 કલાકથી ઊંઘ લીધી નથી. તેઓ ઘરમાં પોતાના બાળકોને લઈને બેઠા રહ્યા કારણ કે આ પરિવારની તમામ ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ વેદના ન્યુઝ18 ગુજરાતી સમક્ષ કહેતા પરવીન વોરા રડી પણ પડયા.