આણંદ: પેટલાદમાં એક યુવકે સુસાઇડ નોટ (Suicide note) લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાત (Petlad woman ends life) કર્યો હતો. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા (Nishant Mahida)એ વર્ષ 2015માં પ્રિયંકા (Priyanka Mahida) સાથે પ્રેમ લગ્ન (Love marriage) કર્યાં હતાં. આપઘાત કરી લેનાર નિશાંત MSW તરીકે જ્યારે તેની પત્ની પ્રિયંકા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આપઘાત પહેલા નિશાંતે જે સુસાઇડ નોટ લખી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે. જેમાં નિશાંતે લખ્યું છે કે, 'મારી બંને દીકરીઓ મારી જિંદગી છે. હું મારી પત્ની વગર જીવી શકું તેમ ન હોવાથી તેની પાસે જઈ રહ્યો છું.' પત્નીના આપઘાત અને સાસરી પક્ષના લોકો દીકરીઓને લઈ ગયા હોવાથી નિશાંત ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે.