ત્યારે આ સમયે તેમનાં પ્રવાસનાં દિવસો પતી જતાં તેઓ જે 'ભારત ટ્રાવેલ્સ' દ્વારા મનાલી ગયા હતાં ત્યાં 'ભારત ટ્રાવેલ્સ'ની હોટલ્સ દ્વારા તેમને 27 સ્પટેમ્બરનાં રોજ તેમ કહીને ચેક આઉટ કરાવ્યું હતું કે હવે આગળનો રસ્તો ખુલ્લો થઇ ગયો છે તો તમે હવે તમારા શહેર પરત જઇ શકો છો. તેમ ખોટુ બોલીને તેમની સાથે છેતરપીંડી થઇ છે. તેમને આગળ રસ્તો ખુલ્લો હોવાનું કહીને હોટલમાંથી ચેકઆઉટ કરાવી દીધુ અને આમ રસ્તા પર રઝડતા છોડી દેવામાં આવ્યા છે
આ પ્રવાસમાં તેમની સાથે નાના નાના બાળકો પણ છે. ભૂખ તરસ અને ભારે તડકમાં તેઓ હાલમાં રસ્તામાં ફસાઇ ગયા છે. પ્રવાસ માટે આવેલા ગ્રુપનું કહેવું છે કે, તેઓ આ પ્રવાસમાં 'ભારત ટ્રાવેલ્સ' દ્વારા આવ્યા છે અને તેઓએ આ પ્રવાસ પેટે 2,75,000 રૂપિયા પણ ચુકવ્યા છે તેમ છતા તેમની સાથે છેતરપીંડી થઇ છે. તેમને આગળ રસ્તો ખુલ્લો હોવાનું કહીને હોટલમાંથી ચેકઆઉટ કરાવી દીધુ અને આમ રસ્તા પર રઝડતા છોડી દેવામાં આવ્યા છે આ બનાવ જેમની સાથે બન્યો છે તે ગ્રુપમાં વિસનગર કરિયાણા અસોશિયેશનનાં પરિવારનાં લોકો પણ શામેલ છે.