ન્યૂઝ18 ગુજરાતીઃ 14મી જાન્યુઆરીએ એટલે કે ઉત્તરાયણના દિવસની રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે લોક લાડીલા ગાયક કીર્તિદાન ગઢવીએ પણ આણંદ ખાતે પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી હતી. આ પ્રસંગે કીર્તિદાને ન્યૂઝ18 ગુજરાતી મારફતે લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પણ પાઠવી હતી.
2/ 8
ઉત્તરાયણના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે લોકો ખાસ કરીને ગાયો માટે દાન-પુણ્ય કરતા હોય છે. ગાયોને ઘાસચારો અર્પણ કરતા હોય છે. ગાયક કીર્તિદાને આણંદ ખાતે ગૌ પૂજા કરી હતી, તેમજ ગાયો માટે ઘાસચારો આપ્યો હતો.
3/ 8
કીર્તિદાને પોતાના પરિવાર સાથે આણંદના વલવોડ ગામ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમનો નાનો પુત્ર પણ નજરે પડ્યો હતો. નોંધનીય છે કે બોરસદ તાલુકાનું વાલવોડ ગામ કીર્તિદાનનું વતન છે. જોકે, હાલ તેઓ પરિવાર સાથે રાજકોટ રહે છે.
4/ 8
કીર્તિદાને પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણતા ખાસ સંદેશ પાઠવતા કહ્યુ કે, "આ તહેવારના દિવસે ખાસ આકાશમાં ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખવાનું છે. આપણે મજા કરીએ તેની સાથે સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ. જય માતાજી. જય મોગલ."
5/ 8
કાર્તિદાન ગઢવીનો નાનો પુત્ર
6/ 8
પતંગ ઉડાવવાની મજા માણી રહેલા કીર્તિદાન ગઢવી
7/ 8
ગૌ પૂજા કરતી રહેલા કીર્તિદાન ગઢવી
8/ 8
માલધારીઓએ કીર્તિદાનનું કંકુ ચોખાથી સ્વાગત કર્યું હતું.