પોરબંદરના સાન્દીપની ખાતે આવેલ હરી મંદિરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રંગોના પર્વ ઘુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.હરી મંદિર ખાતે હોલીના ગીતોના રસપાના સાથે રંગોના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ હરીમંદિરમાં બીરાજતા ભગવાન હરીને રંગોથી તરબોળ કર્યા હતા ત્યારબાદ સાન્દીપની ખાતે આ પર્વને માણવા આવેલ શ્રદ્ધાળુઓ સાથે ફુલડોલ હોળી રમી હતી.સૌ કોઈ લોકો અબીલ ગલાલ સહિતના રંગોથી તરબોળ થઈને રંગોના આ પાર્વન પર્વને માણ્યો હતો.આ તકે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ તમામ દેશવાસીઓને ધુળેટીના પાવન પર્વે શુભકાનાઓ પાઠવી હતી.
અરવલ્લી જીલ્લામાં ભારે ઉમંગભેર રંગોના પર્વ ધૂળેટીણી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોડાસા તાલુકાના સાકરિયા ગામે ગોકુળમાં યોજાતી લઠ્ઠમાર ધૂળેટીની જેમ જ અહી પણ એક બીજા સાથે લઠ્ઠ – લાકડી સાથે ગરબા યોજી લઠ્ઠમાર ધૂળેટી યોજાઈ હતી.વર્ષોથી યોજાતી લઠ્ઠમાર ધૂળેટી આજુબાજુના ગામડાઓમાં આકર્ષણનું કેન્દ્ર હોઈ સાકરિયા ગામે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગોના પર્વમાં ભાગ લઇ ગોકુળને સાકરિયા ગામમાં લાવી દીધું હોય તેવો અહેસાસ થતો હતો.
પાલનપુર શહેરના ગોળા, જલોત્રા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં સંગીતના તાલ સાથે લોકોએ નાચ ગાન કરીને ધૂળેટીની ઉજવણી કરી હતી.જો કે ગામડાઓમાં આ વખતે લોકોએ સૂખી ધૂળેટી રમતા જોવા મળ્યા હતા.ગ્રામીણ વિસ્તારમાં નાના ભૂલકાઓથી લઈ મોટી ઉંમરના લોકો પણ આ રંગોના તહેવારમાં રંગાયા હતા.રંગોના આ તહેવાર સાથે નાનાભૂલકાઓએ પાણીના હોજમાં ડૂબકી લગાવી અનેરો આનંદ પ્રગટ કર્યો હતો.