

આણંદઃ સામાન્ય રીતે તમે પ્રેમી યુગલને સજોડે આત્મહત્યા (suicide) કરવા નદીમાં ઝંપલાવ્યા હોવાની અનેક ઘટનાઓ વિશે જાણતા હશો. ત્યારે પ્રેમી યુગલો સજોડે ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરવા કરતા હોય છે. પરંતુ આણંદમાં એક એવી ઘટના બની છે જે અંગે જાણીને તમને નવાઈ લાગશે. આણંદના ઉમરેઠમાં રહેતા એક યુવકે પોતાની બે પ્રેમિકાઓને (two girl friends) સાથે કેનાલમાં જંપલાવ્યું હતું. જોકે, વાહન ચાલકો અને ખેત મજૂરોએ તેમને બચાવી લીધા હતા. જોકે, બચી ગયેલા ત્રણે જણઆ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના ઉમરેઠ માળીવાળી પોળ રહેતા તેજસ માળી જેના લગ્ન (Marriage) ત્રણ વર્ષ પહેલા થયા હતા. પત્ની સાથે ઝઘડો થતાં તેજસને પત્ની પિયર જતી રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


તેજસ માળી અને કાસોર અને મેઘવાની યુવતીના પ્રેમ જાળમાં ફસાયો હતો. જ્યારે પ્રેમીને મેળવવા યુવતીઓ સાથે ઝઘડો ચાલતો હતો. (પ્રતિકાત્મક તસવીર)


આજે સોમવારે બપોરના સમયે ઉમરેઠનો તેજસ માળી તેની બે પ્રેમિકાઓને લઇ આશીપુરા ગામ પાસે પસાર થતી મોટી કેનાલમાં ત્રણે જણાએ પડતું મૂકયું હતું. (પ્રતિકાત્મક તસવીર)


માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અને ખેત મજૂરોએ આ ત્રણેય જણાંને બચાવ માટે પ્રયત્ન કરી બહાર કાઢવામાં આવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)