સંજય ટાંક, અમદાવાદ : આજે રવિવારે, 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં (Gujarat) સવારે સાત વાગ્યાથી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં ચૂંટણી (Local Body Polls) યોજાઇ રહી છે. દરેક બેઠકો માટે આજે લોકોમાં ખાસો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. બપોરે એક વાગ્યા સુધી સરેરાશ 29 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે બીજી બાજુ આણંદ જિલ્લા અને બોરસદ તાલુકાના ડભાસી ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારે સાત વાગ્યાથી એક વાગ્યા સુધીમાં અહીં એકપણ મત પડ્યો નથી. આ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.