

કિર્તેશ પટેલ, સુરત : સુરતના શહેરના (Surat) અમરોલી વિતરમાં રહેતી એક પરિણીતા (Missing woman) અચાનક ગુમ થઈ ગઇ હતી. જોકે, આ મહિલાના ગુમ થયાનાં ચાર દિવસ બાદ આ મહિલા તેના ઘર નજીક ઝાડીમાંથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસે (Surat Police) આ મહિલા સાથે કોઈ અનિચ્છનીય ઘટના (Half Nacked dead Body) બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા સાથે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલાના પરિવારે 48 કલાકમાં આરોપીને ઝડપી પાડવાની માંગ કરી છે.


સુરતમાં સતત હત્યાને દુષ્કર્મની ઘટના બની રહી છે, ત્યારે આવી ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં (amroli Surat) આવેલ છાપરાભાઠા રોડ પર આવેલ મણિ પુરસોત્તમ નગરમાં રહેતી અને શાકભાજી સાથે ટેલરીગને કપડાંનું કામ કરતી મહિલા સંતોષી કામરાજ કેવટ અચાનક ચાર દિવસ પહેલાં ગુમ થઇ ગયઈ હતી.


જોકે મહિલા ગુમ થયા બાદ પરિવાર દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ દિવસો દરમિયાન આ મહિલાની કોઈ ભાળ મળી ન હતી. જોકે ગતરોજ આ મહિલા જ્યાં રહેતી હતી તેના ઘરની પાછળ આવેલ પટેલ પાર્ક સોસાયટીના ખુલ્લા મેદાનમાંથી અર્ધનગ્ન હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.


જોકે મહિલા ની લાશ મળી આવતાની જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવ વાળી જગ્યા પર પહોચી. જોકે મહિલાના શરીર પથી ઇજાના નિશાન મળી આવ્યા હતા. જે રીતે મહિલાની લાશ મળી આવી છે, તેને લઈને તેની સાથે દુસ્કર્મ બાદ તેની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં લગતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી મહિલાની લાશ પીએમ માટે મોકલી આપી હતી.