હર્મેશ સુખડિયા, અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં એક પરિણીતાએ કરેલા આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે આ મોત ની ઘટના બાદ મૃતક પરણીતાના પતિ સામે દૂષપ્રેરના નો ગુનો નોંધ્યો છે. જેની તપાસમાં સામે આવ્યું કે મૃતક મહિલાને સંતાન થતા ન હતા. જેથી તેનો પતિ તેના ભાભીની બહેનને પ્રેમ કરી બેઠો હતો. અને તેના કારણે અવાર નવાર મહિલાને ડિવોર્સ આપવા દબાણ કરતો હતો. જેથી આ મામલે મૃતકના પતિ સામે આત્મહત્યા કરવા દુષપ્રેરના કરી હોવાનો ગુનો નોંધી રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
પણ બન્ધ બારણે તો આ પ્રેમ સબન્ધ યથાવત જ હતો. દરમિયાનમાં મંગલસિંહ એ શકુન્તલા ને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પોતે કામની નથી, બાળકો નથી આપી શકતી તેવું બોલી તેને ત્રાસ આપતો હતો. બીજીતરફ રેણુ એ પણ તેના પતિને ડિવોર્સ આપવા કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું અને તેવામાં જ મંગલસિંહ ઓણ શકુન્તલા ને ડિવોર્સ આપવા દબાણ કરતો હતો.
આ બાબતો સહન ન થતા આખરે 19મી જુનના રોજ ફીનાઇલ પીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર અર્થે ખસેડાતા 21મી જુનના રોજ મૃત્યુ થયું હતું. જેથી આ મામલે શકુન્તલા ના પિતા એ પોલીસની મદદ માંગી હતી. રામોલ પોલીસે આ મામલે 15 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને મંગલસિંહ સામે આઇપીસી 306 (દુષપ્રેરના) નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)