અમદાવાદમાં BJP નેતાની ગુંડાગર્દી, ગાડી સાઈડમાં લેવા અંગે સિક્યુરિટી ગાર્ડને માર માર્યો
રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહેતા 'તું ગાડી કોને હટાવવાનું કહે છે'. હું ભાજપનો અભિવકતા છું. તેમ કહયું હતું. બાદમાં અન્ય એક શખ્સ ગાડીમાંથી ઉતર્યો હતો અને તેને માર માર્યો હતો.


એકાદ કલાક પછી બંને પરત આવ્યા હતા અને કિશનસિંહે સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું તારા જેવા 500 ચેરમેનને ખિસ્સામાં લઈને ફરું છું કહી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


મૂળ ઉત્તરપ્રદેશના (Uttar pradesh) સવાજપૂરના રહેવાસી અને વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં રહેતા રાજાબક્ષ ચૌહાણ વોચમેન તરીકે નોકરી કરે છે. સોસાયટીના ગેટ પાસે શુક્રવારે સાંજે એક શખ્સએ પોતાની ગાડી લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી.


જેથી રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહેતા 'તું ગાડી કોને હટાવવાનું કહે છે'. હું ભાજપનો અભિવકતા છું. તેમ કહયું હતું. બાદમાં અન્ય એક શખ્સ ગાડીમાંથી ઉતર્યો હતો અને તેને માર માર્યો હતો.


કિશનસિંહ અને બીજા શખ્સએ તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે. ગુજરાતમાં (Gujarat) કોઈ ગાડી ચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહિ કહી ફરી માર માર્યો હતો.