

હર્મેશ સુખડિયા, અમદાવાદ: દિવસે ને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં (petrol diesel price) ધરખમ વધારો થતાં કાર માલિકો હવે સીએનજી કીટ તરફ વળ્યા છે. સીએનજી કીટ (CNG kit) નાખતા વેપારીઓના માર્કેટમાં છેલ્લા ઘણા દિવસોથી 35 ટકા ઇન્કવાયરી અને ઘરાકીમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલ નવી ટેકનોલોજીની સીએનજી કિટ (new technology CNG kit) આવતા કાર માલિકોને તેમાં કોઈ નુકસાન નથી થતું અને પહેલા જે સમસ્યા આવતી હતી તે પણ આવતી બંધ થઈ ગઈ છે.


શહેરમાં આવેલા અનેક કાર વર્કશોપ અને સીએનજી કીટ નાખનાર વર્કશોપમાં સીએનજી કીટ કારમાં ફિટ કરાવવા માટે લાંબી લાઈનો અને વેઇટિંગ ચાલી રહ્યું છે. એસજી હાઇવે પર આવેલા ડીવાઇન સીએનજી કીટ ફિટિંગના શો રૂમ અને વર્કશોપમાં વહેલી સવારથી જ કારીગરો કામે લાગી જાય છે. અહીં એક બાદ એક કાર સીએનજી કીટ નખાવવા માટે અને ઇન્કવાયરી માટે આવે છે અને તેમાં મોટાભાગના લોકો આ કીટ નખાવી પણ રહ્યા છે. સીએનજી કીટ નખાવનારા લોકોમાં 35 ટકાનો વધારો થઈ રહ્યો છે. લોકો કહે છે કે આગામી દિવસોમાં 100 રૂપિયે પેટ્રોલ પહોંચી જશે જે સામાન્ય વર્ગના લોકોને નહીં પોસાય જેથી 40થી 48 હજારની આ કીટ ખૂબ જ ફાયદા અપાવે છે.


આ વર્કશોપમાં કીટ નખાવવા આવેલા વિરેન્દ્રસિંહ માળી એ જણાવ્યું કે ઝીરો મેન્ટેનન્સ અને દોઢ ઘણી એવરેજ આ કિટથી મળે છે. તેઓ પેટ્રોલ કાર ધરાવે છે જે તેઓને એક કિમિ છ થી સાત રૂપિયામાં પડે છે પણ કીટ નખાવતા જ એક કિમિ બેએક રૂપિયામાં પડશે. પહેલા જે ચાઈનીઝ બનાવટની કીટ આવતી હતી તેમાં કાર દબાવી જવાની કે એવરેજ ની કે સ્પાર્ક થવાની બીક રહેતી હતી. પણ હવે આ નવી ટેકનોલોજીના કારણે આ સીએનજી કીટ સૌથી સેફ ગણાય છે. અને તેમાંય આ સસ્પેન્સર કીટ થઈ જતા પેટ્રોલ કાર ચલાવતા હોવાનો પણ અનુભવ લાગતો હોય છે.


ડીવાઇન સીએનજી ફિટિંગ વર્કશોપના માલિક રસિકભાઈ પટેલ જણાવે છે કે સીએનજી ગેસ કીટ બીઆરસી ઇટાલિયનની નાખવામાં આવે છે. જે ખૂબ અપડેશન સાથે માર્કેટમાં આવી છે. પહેલા લોકો ઇન્ડિયન અને ચાઈનીઝ મેડ કીટ નંખવતા હતા જે નુકશાનકારક હતી. તેના કારણે જ ગ્રાહક વર્ગ 35 ટકા વધી રહ્યો છે. બીજી તરફ કનવરઝર કીટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ તમામ કિટ લોકો નખાવે ત્યારે ગવર્નમેન્ટ એપૃવલ જ નખાવું જોઈએ તેવી તેઓ સલાહ આપી રહ્યા છે.


પહેલા સ્પાર્ક થવા, ગાડીમાં કિટના કારણે લોડ વધવો, આગ લગાવી જેવી સમસ્યાઓ હવે નથી આવતી કારણકે સિંગવન્સલ સિસ્ટમ આવતા જ આ તમામ ઇસ્યુ સોલ્વ થઈ ગયા છે. કોઈ પણ કારમાં પેટ્રોલ ની જે એવરેજ આવતી હોય તેમાં દોઢ ઘણી એવરેજ સીએનજી કિટથી વધી જાય છે. જે હાલના પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઘણી સારી બાબત કહેવાય છે.


આ તમામ ફાયદાઓ સાથે સીએનજી કીટ નાખવાના વર્કશોપમાં ઘરાકી તો વધી છે ત્યાં બીજીતરફ અત્યારસુધી સીએનજી પમ્પ ઓછા હોવાથી લોકોને લાઈનમાં ઉભા રહેવાની સમસ્યા નડતી હતી. પણ હવે તો ગુજરાતમાં સીએનજી પમ્પ પણ વધી જતા લોકોને તે હાલાકીનો સામનો પણ નહીં કરવો પડે તેવું ગ્રાહકો માની રહ્યા છે અને તેથી જ આ કીટ નખાવવાની ઘરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે.