અનોખી પહેલ! કોરોના વાયરસના સંક્રમણને રોકવા રબારી સમાજે બનાવ્યા આવા નિયમો, અન્ય સમાજોને નવી રાહ ચીંધી
કોરોના મહામારી વચ્ચે રબારી સમાજ દ્વારા નિયમોની અનોખી પહેલ કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ નિયમોનું બંધારણ ઘડ્યું છે જે સોશિયલ મીડિયા દ્વારા હાલ સમાજના લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.


દિનપ્રતિદિન કોરોના વાયરસ (coronavirus) કેસ વધી રહ્યા છે. સરકાર અને તંત્ર તો લોકોને નિયમોનું પાલન કરવી રહ્યા છે. તેવામાં રબારી સમાજ (Rabari community) દ્વારા નિયમો ની અનોખી પહેલ કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ નિયમોનું બંધારણ ઘડ્યું છે જે સોશિયલ મીડિયા (social media) દ્વારા હાલ સમાજના લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસની દહેશત રોજબરોજ વધી રહી છે. અને આ વધતા કેસોને રોકવાના એક માત્ર ઉપાય નિયમોનું પાલન છે. જોકે આટ આટલા નિયમો છતાં લોકો નિયમોનું પાલન નહીં કરતા હોવાની ઘણી ઘટનાઓ અને દ્રશ્યો સામે આવેલા છે. તેવામાં રબારી સમાજ દ્વારા ઘડવામાં આવેલા નિયમો (Rules) એ માત્ર સમાજના લોકોને જ નહીં અન્ય સમાજના લોકો ને પણ અનોખી રાહ ચીંધી છે. (સંજય ટાંક, અમદાવાદ)


સમાજના અગ્રણીઓ એ ભેગા થઈને મહામારીને કેવી રીતે રોકી શકાય તે માટેના નિયમો સાથેનું બંધારણ ઘડ્યું છે. રબારી સમાજના અગ્રણી અમથાભાઈ દેસાઈ જણાવે છે કે પાટણ, ચાણસ્મા, મહેસાણા, રાધનપુર સહિત ઉત્તર ગુજરાતના સમાજના 80 ટકા લોકોએ આ નિયમોને સ્વીકૃતિ આપી છે. આ નિયમોમાં નક્કી કરાયું છે કે કોરોના મહામારીનો અંતના આવે ત્યાં સુધી નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ નિયમો જ કોરોના વાયરસનું વધતું સંક્રમણ અટકાવશે.


નિયમોના બંધારણ પ્રમાણે જે ગામમાં મરણ પ્રસંગે બેસણું કે લૌકિક ક્રિયા બંધ રાખી શુ કે પછી જ્યાં આવી ક્રિયા હોય તો ત્યાં હાજરી આપીશું નહીં, કોઈ સગાવ્હાલની ખબર કાઢવા દવાખાને જવું નહીં માત્ર ફોનથી ખબર પૂછવા, મહામારી ચાલે ત્યાં સુધી શુભ પ્રસંગે કરીશું નહીં કે હાજરી આપીશું નહીં, કોઈ પણ નાના પ્રસંગ ઘર મેળે કરીશું.


આ બધા નિયમો નું ચુસ્ત પણે પાલન કરીશું. આ તમામ નિયમોની પત્રિકા તૈયાર કરવામાં આવી છે જે હાલ સોશિયલ મીડિયાના મારફતે સમાજના બનેલા વિવિધ ગ્રૂપમાં પોસ્ટ કરવામાં આવી રહી છે. જેથી વધુને વધુ લોકો સુધી પહોંચે. ઉત્તર ગુજરાતમાં જ 15થી 20 લાખ લોકો, અમદાવાદમાં 5 લાખ, સુરતમાં ચાર લાખ લોકો વસે છે.


આખા ગુજરાતમાં 80થી 90 લાખ લોકો સમાજમાં વસે છે. મહત્વનું છે કે કોરોનાની આ મહામારીને નાથવા રબારી સમાજે આ અનોખી પહેલ કરી છે. ત્યારે આ સમાજ ના નિયમો અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે તે જરૂરી છે. રબારી સમાજ એ તો આ નિયમો ના પાલન ની શુભ શરૂઆત કરી દીધી છે. જો બધા જ સમાજ આ રીતે નિયમો પાલન કરશે તો જ કોરોના ને મ્હાત આપી શકાશે.