

સંજય ટાંક, અમદાવાદઃ આજે સમગ્ર ગુજરાતમાં (Gujarat) મકરસંક્રાતિનો (Makarsankranti) પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. કોરોના (corona) કહેર વચ્ચે લોકોએ કોરોનાની ગાઈડલાઈન (corona guideline) સાથે પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. સામાન્ય લોકોની સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી (union minister) અમિત શાહે (Amit shah kite flying) પણ પતંગ ચગાવીને ઉત્તરાયણ ઉજવી હતી.


મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મહેમાન બન્યા છે. તેમણે થલતેજના મેપલ ટ્રીના PME-બ્લોક ખાતે પતંગ ચગાવ્યો હતો. અહીં સમર્થકો અને સ્થાનિકોનો તથા મીડિયાનો જમાવડો છે. શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પણ પતંગ ચગાવ્યો હતો.


અમિત શાહના આગમનના પગલે આજુબાજુના રહિશોના ટોળા પોતાના ટેરેસ ઉપર એકઠાં થયા હતા. અને હર્ષભેર અમિત શાહને આવકાર્યા હતા.


આજે કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ (Amit Shah) ઉત્તરાયણની (uttarayan) ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ (Ahmedabad) આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ત્યારે અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઈ આવ્યા.કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને ભગવાન જગન્નાથની આરતી કરી.