

હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના ઇસનપુર પોલીસસ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે ચાર વર્ષથી તેનો પતિ દારૂની લતે ચઢી જતા બને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા. પણ તાજેતરમાં તેનો પતિ દારૂ પીને આવ્યો હતો અને તે જમવાનું આપતી હતી ત્યારે પતિએ અચાનક જ કહ્યું કે એકલી ક્યાં ગઈ હતી, કોની સાથે સબન્ધ છે? આટલું કહેતા જ મહિલાથી સહન ન થતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)


ઇસનપુરમાં રહેતી 44 વર્ષીય મહિલાના કાગન 1998 માં થયા હતા. તે વડોદરા ખાતે સાસરે રહેતી હતી. પણ બાદમાં પતિ સાથે અલગ અમદાવાદમાં રહેવા આવી ગઈ હતી. અમદાવાદ આવ્યા બાદ છેલ્લા ચારેક વર્ષથી તેનો પતિ દારૂની લતે ચઢી ગયો હતો. અવાર નવાર બને વચ્ચે ઝગડા થતા હતા અને ક્યારેક તો મહિલાનો પતિ તેની પર હાથ પણ ઉપાડતો હતો. અગાઉ અનેક વાર મહિલાએ તેના પરિવારજનો ને આ બાબતે ફરિયાદ કરી હતી. પણ ત્યારે મહિલાનો પતિ "હવે આવું નહિ થાય તમે મારી પત્નીને પાછી મોકલી આપો" તેમ કહી ફોસલાવીને પત્નીને લઈ આવતો હતો.


ગત 10મી જુનના રોજ મહિલાનો પતિ દારૂ પીને આવ્યો હતો. તેમ છતાંય મહિલાએ તેને જમવાનું આપ્યું હતું. દારૂના નશામાં ચૂર થઈ ગયેલા પતિએ અચાનક જ કહ્યું કે, "એકલી ક્યાં ગઈ હતી, કોની સાથે સબન્ધ છે?". આ સાંભળીને મહિલાથી રહેવાયું ન હતું અને આખરે પિયર જતી રહી હતી. બાદમાં તેણે તેના પતિ સામે ઇસનપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


કિસ્સો 2 : લોકડાઉન માં ઘરમાં રહીને કંકાસ વધી જવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ તેના સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તે અને તેનો પતિ મુંબઈમાં કોરોના નો કહેર વધતા અમદાવાદ આવી ગયા હતા. પણ બાદમાં પતિ મુંબઈ એકલો જતો રહ્યો અને તેને સાસુ સસરા સાથે ઝગડો થયો હતો.


શહેરના નારણપુરા માં રહેતી મહિલા ચાર વર્ષથી મુંબઈ શિફ્ટ થઈને રહેતી હતી. પણ તેના સાસુ સસરા તો અહીં જ રહેતા હતા. તાજેતરમાં મુંબઈમાં કોરોના ના કેસ વધતા સંક્રમણ વધી રહ્યું છે. જેથી આ મહિલા અને તેનો પતિ બાળકો સાથે ચાર દિવસથી અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદ આવતા જ મહિલા તેની નણંદ સાથે વાતો પતિ સાથે મનમેળ ન બેસતો હોવાની વાતો કરતી હતી. એટલામાં જ તેના સાસુ સસરા આવ્યા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. એકતરફ મહિલાને તેનો પતિ લઈ ગયો ન હતો અને બીજીબાજુ સાસુ સસરાએ ઝગડો શરૂ કર્યો હતો.