

અમદાવાદઃ એક તરફ દેશ ભરમાં લોકો કોરોના વાયરસ (coronavirus) સામે લડવા માટે એક (Janta Curfew) થઈ રહ્યાં હતાં ત્યારે એ સમય કેટલાક લોકો અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં જુગાર રમી રહ્યાં હતાં. 2 વેપારીઓ સહિત 5 લોકો ખુલા પ્લોટમાં જુગાર રમતા હતા અને એ માહિતી પોલીસને મળતા પોલીસે 5 લોકો ની ધરપકડ કરી લીધી છે. (નવીન ઝા, અમદાવાદ) (પ્રતિકાત્મક તસવીર)


મળતી માહિતી પ્રમાણે નરોડા વિસ્તાર માં આવેલ અમૃત ગેસ્ટ હાઉસની ગલીમાં આવેલા ખુલા પ્લોટમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં છે તેવી બાતમી મળી હતી અને જે બાતમીના આધારે નરોડા પોલીસે દરોડા પાડી 5 લોકોની ધરપકડ કરી લીધી હતી. અને તેમની પાસેથી રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


પોલીસનું કેહવું છે જે આરોપીઓમાં સંજય મકવાણા જે વેપારી છે અને તેની સાથે નરેશ, હિતેશ, વિનોદ અને ઉમેશ કુલ 5 લોકો જુગાર રમી રહ્યાં હતાં અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)


આ કામગીરીમાં નરોડાના D સ્ટાફના PSI સહિતના પોલીસ કર્મચારીઓ સામેલ હતા. પોલીસે તેમની પાસેથી 14250 રોકડા રૂપિયા, 1 મોટર સાયકલ સહિત 44250 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)