અમદાવાદઃ વેપાર વાણિજ્ય અને નાણાકીય ગતિવિધિનું હબ (Business hub) ગણાતું અમદાવાદ નોન શેડ્યુલ અને ખાનગી ફ્લાઇટ્સ (Non-scheduled and private flights) માટે એક ચાવીરુપ ગંતવ્ય સ્થળ છે. જનરલ એવીએશનના ટર્મિનલ (General Aviation Terminal) ઉપરથી એસ.વી.પી.આઇ.એરપોર્ટ (SVPI airport) માટે સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય ફ્લાઇટના સંચાલનનો આરંભ ટ્રાવેલ શેડ્યુલોની અવિરત વધી રહેલી માંગને લઈ એરપોર્ટ સંચાલક દ્વારા વિશેષ સુવિધા ઉભી (Facility) કરાઈ છે.
ખાનગી ઉડ્ડયનની ભારતમાં માંગ વધી રહી છે. જેને લઈ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad AirPort) પર નોન શેડ્યુલ ફ્લાઇટમાં જતા પ્રવાસીઓ માટે અલગ ટર્મિનલ તૈયાર કરાઈ છે. આ ટર્મિનલમાં યાત્રિકો પોતાને જરુરી તમામ હેન્ડલિંગ સેવાઓ સહેલાઈથી મેળવી શકશે. આવનારા દિવસોમાં સામાન્ય ઉડ્ડયન ઉદ્યોગ સમૃધ્ધ થશે અને ભારતીય અર્થ વ્યવસ્થાને વેગ આપશે એ સાથે કનેક્ટીવીટી, ઔદ્યોગિક ઉડ્ડયન, તબીબી કારણોસરના સ્થાનાંતર, પ્રવાસન વગેરેને ફાયદો થશે.
4500 ચો.ફૂટના ટર્મિનલ બિલ્ડીંગ સાથેના 12000 ચો.ફૂટમાં પથરાયેલા વિસ્તારની સમગ્ર ડિઝાઇન નયન રમ્ય બનાવવામાં આવી છે. લ 24 કલાક કાર્યરત ઓપરેશન કંટ્રોલ સેન્ટર એરપોર્ટના સંચાલનની વિશેષતામાં ઉમેરો કરે છે.વર્તમાન કોવિડ કાળમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડના પ્રોટોકોલના અમલ માટે ટેમ્પરેચર તપાસવા થર્મલ સ્કેનર સહિતના આધુનિક સાધનો તેમજ એક સાથે 10 સેમ્પલ લેવા માટેની લેબોરેટરી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રતિક્ષા ક્ષેત્રમાં વોશરુમ સહિતની સવલત ઉભી કરવામાં આવી છે.