Teachers Shortage in Gujarat: રાજ્યમાં એક તરફ શાળાઓમાં પ્રવેશઉત્સવ ઉજવાતા હોય છે ત્યારે બીજી બાજુ પૂરતા શિક્ષકો (Teachers) નથી. રાજ્યની 700 પ્રાથમિક શાળાઓ ફક્ત એક જ શિક્ષકના (700 Primary Schools with one Teacher only) ભરોસે છે. આ જવાબ ખાનગી નથી પરંતુ સરકારી છે. રાજ્યની વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં પૂછાયેલા (Gujarat Assembly) સવાલના જવાબમાં આ માહિતી સામે આવી છે. રાજ્યમાં 700 પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે.
રાજ્યમાં જે પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક છે તેવી શાળાઓની સંખ્યા સૌથી વધુ કચ્છ જિલ્લામાં હોવાનું સામે આાવ્યું છે. કચ્છની 100 શાળાઓ કચ્છ જિલ્લાની છે. આ સ્થિતિમાં સરકાર પર ભરતી પ્રક્રિયા સમાપ્ત કરી અને પ્રવાસી શિક્ષકો દ્વારા આ સંખ્યા સરભર કરવાનું દબાણ રહેશે. જોકે, હાલ તો આ કોરોના કાળમાં આ શિક્ષણ ઓનલાઇન હતું ત્યારે ગાડું ગબડી ગયું પરંતુ ઓફલાઇન શિક્ષણમાં શિક્ષકોની ઘટ વર્તાય તે સ્વાભાવિક છે.<br /> (પ્રતિકાત્મક તસવીર)
એક બાજુ રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી (Vidhya Sahayak Recruitment) કરવામાં આવી રહી છે અને આ ભરતીના ઉમેદવારો દ્વારા વધારે સંખ્યામાં ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ સરકારની જ આ માહિતી સામે આવી છે કે રાજ્યમાં 700 શાળાઓમાં એક રીતે શિક્ષકોની અછત છે. આ સ્થિતિમાં સવાલ ઉદભવે છે કે 'કેવી રીતે ભણશે ગુજરાત'
બીજી બાજુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીની જાહેરાત મુજબ રાજ્યમાં કોવિડની પરિસ્થિતી બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે સોમવારથી રાજ્યની તમામ સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સહિતની ખાનગી શાળાઓમાં ધોરણ 1-12નું શિક્ષણ ઓફલાઇન શરૂ કરવામાં આવશે. આ શિક્ષણકાર્ય ઓફલાઇન સંપૂર્ણપણે શરૂ થવાના કારણે શિક્ષકોની ઘટ સર્જાઈ શકે છે. એક બાજુ વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આ વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)