

હર્મેશ સુખડિયા, અમદાવાદ : શિક્ષક દિવસે (Teachers day 2020) જ શિક્ષિકાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ જામનગર (Jamnagar) કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શિક્ષિકાએ પહેલા કોર્ટ મેરેજ કર્યા અને બાદમાં સામાજિક રીતે લગ્ન કર્યા હતા. તેનો પતિ પગારની (Salary) માંગણી તેમજ હિસાબ માંગીને ત્રાસ આપતો હતો. શક વહેમ રાખીને પતિ વારંવાર ઝધડો પણ કરતો હોવાથી મહિલાએ કંટાળીને વટવા (Ahmedabad police) પોલીસ સ્ટેશનમાં (Police station) પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


વટવામાં રહેતી 33 વર્ષીય યુવતી જામનગર ખાતે કન્યાશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2016માં તેને કોર્ટ મેરેજ કર્યા બાદમાં વર્ષ 2017 માં સામાજિક રીતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેનો પતિ પગારની માંગણી કરતો હતો. પ્રતિકાત્મક તસવીર


આટલું જ નહી પણ પગારનો હિસાબ પણ પતિ માંગતો હતો. અને જો આ યુવતી હિસાબ ન આપે તો તેને ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને યુવતી તેના પિયર ગઈ ગઈ હતી. ત્યાં રહ્યા બાદ તે પરત સાસરે આવ્યા ત્યારે તેનો પતિ તેને ત્રાસ આપવા લાગ્યો અને તેને પિયરમાં કોઈ રાખતું નથી તેમ કહેતો હતો.