મયૂર માકડિયા, અમદાવાદ : ગુજરાત ભારીય જનતા (Bhartiya Janata party ) પાર્ટી રાષ્ટીય કક્ષા એ હમેશા પથ દર્શક રહ્યું છે.સંગઠન શક્તિ,ચૂંટણી જીતવા પેજ પ્રમુખ ની રણનીતિ કે પછી સમગ્ર સંગઠના તમામ હોદેદારો ને ડીઝીટલ કનેક્ટિવિટી સાથે જોડાવા ટેબ્લેટ નો પ્રયોગ હોય તમામ મોર્ચે ગુજરાત ભાજપ (BJP Gujarat) અગ્રેસર છે.હવે ગુજરાત ભાજપ એ દેશમાં પહેલી વખત કમળ આકારનું (Lotus Shape BJP Office To build in gir Somnath) જિલ્લા કાર્યાલય બનાવી નવો વિક્રમ સર્જવા જઈ રહ્યું છે.ગુજરાત પ્રદેશ ભાજપના ગિર સોમનાથ જિલ્લા નું કાર્યાલય એ દેશમાં પ્રથમ વખત કમળ આકાર નું બનવા જઈ રહ્યું છે.
આ અંગે ન્યુઝ 18 ગુજરાતી સાથે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે સમયની જરૂરિયાત પ્રમાણે અમે જિલ્લાના નવા કાર્યાલય નું નિર્માણ કરી રહ્યા છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ કાર્યાલય નું ભૂમિપુજન કર્યું છે દેશમાં પ્રથમ વખત કમળ આકાર નું ભાજપ નું કાર્યાલય બનવા જઈ રહ્યું છે જેમાં તમામ પ્રકાર ની આધુનિક સુવિધાઓ હશે.